અમદાવાદ: આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના, રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

Update: 2021-02-27 08:31 GMT

આપઘાતની રૂંવાડા ઊભા કરી દેતી ઘટના અમદાવાદમા પ્રકાશમાં આવી છે. સાસરિયા અને પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી જીવન લીલા સંકેલી હતી જો કે અંતિમ પળોમાં પરિણીતાએ વિડીયો બનાવ્યો હતો જેમાં બોલાયેલા શબ્દો પાષાણ હ્રદયના માનવીને પણ હચમચાવી મૂકે એવા છે.

પતિ-પત્નીના સંબંધોમાં એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં પત્ની પતિ વચ્ચે ગંભીર ઝઘડાઓ થાય છે પરંતુ આ ઝઘડાઓમાં ક્યારેક એવી સ્થિતિ આવે છે કે વ્યક્તિ પોતાનો જીવ આપવા મજબૂર થઈ જાય છે, જીવ આપતા પહેલાં એ ત્યાં સુધી કહે છે કે કુદરત હવે મને માણસોનું મોઢું નથી જોવું. બસ આવી જ એક પરિણીતાએ જિંદગીથી થાકી હારી અને સાબરમતીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. બે દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવી એક મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે જો કે પરિણીતાએ અંતિમવાદી પગલા પૂર્વે એક વિડીયો બનાવ્યો હતો જે રૂવાડા ઊભા કરી દે એવો છે.

મૃતક આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝઘડો કરી આઇશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી.જો કે પતિ પત્નિ વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં જ રહેતા હતા. બનાવની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ પણ ત્યાં પહોંચી અને બાદમાં આઇશાના મોબાઈક ફોનમાં જોયું તો તેણે એક વિડીયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News