અમદાવાદ: ૧૦ બોગસ ડોકટર ઝડપાયા, AMCના આરોગ્ય વિભાગે હાથ ધરી મોટી કાર્યવાહી

. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાંભા વિસ્તારમાં દરોડા પાડીને બોગસ ડિગ્રી ધરાવતા 10 તબીબોને ઝડપી પાડ્યા છે

Update: 2023-01-27 10:38 GMT

અમદાવાદમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લાંભા વિસ્તારમાં દરોડા પાડીને બોગસ ડિગ્રી ધરાવતા 10 તબીબોને ઝડપી પાડ્યા છે તથા તેમના ક્લિનિક પણ સીલ કરી દીધા છે.મળતી માહિતી અનુસાર, શહેરના લાંભા વિસ્તારમાં AMCના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ લાંભા વિસ્તારમાં આવેલ જનકલ્યાણ હોસ્પિટલ, સૌમીન ક્લિનિક, શ્રી ગુરુકૃપા ક્લિનિક, શિવાય ક્લિનિક, રાજ ક્લિનિક, આયુષ્માન ક્લિનિક પર ત્રાટકી હતી આ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ ની તપાસમાં 10 જેટલા તબીબો બોગસ ડીગ્રીના આધારે ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ટીમોએ આ ડોક્ટરોના ક્લિનિકો સીલ કરવાની તજવીજ હાથ ધરી હતી.એએમસીની કાર્યવાહીથી બોગસ પ્રેક્ટિસ કરતાં ડોક્ટરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ ઝુંબેશ આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

Tags:    

Similar News