અમદાવાદ : પોલીસ અને પત્રકારની ખોટી ઓળખ આપી સ્પા સંચાલક પાસેથી રૂપિયા ખંખેરનાર 3 શખ્સો ઝડપાયા...

અમદાવાદ યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓનું નામ જયેશ ઠાકોર, શુભ શાહ અને બ્રિજેશ પટેલ છે.

Update: 2023-03-04 10:51 GMT

પોલીસ તથા પત્રકારની ખોટી ઓળખ તેમજ બદનામ કરવાની ધમકી આપી સ્પા સંચાલક પાસેથી રૂપિયા પડાવનાર 3 આરોપીની અમદાવાદ યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Full View

અમદાવાદ યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓનું નામ જયેશ ઠાકોર, શુભ શાહ અને બ્રિજેશ પટેલ છે. આ ત્રણેય આરોપી પત્રકાર અને પોલીસની ખોટી ઓળખ આપી યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટર પર પહોંચી ગયા હતા, જ્યાં સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોવાની ધમકી આપી સંચાલક પાસેથી 10,500 રૂપિયા મેળવી લીધા હતા, અને જો વેપારી રૂપિયા ન ચૂકવે તો સ્પા બંધ કરવા સહિત બદનામ કરવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર મામલે અમદાવાદ યુનિવર્સિટી પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પૂછપરછ કરતાં બ્રિજેશ પટેલ પોતાની પોલીસ તરીકે ઓળખ આપતો હતો. આ સાથે અન્ય 2આરોપી જયેશ અને શુભ પત્રકાર તરીકે ઓળખ આપી વેપારીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી પોલીસની શંકા છે કે, આરોપીઓએ અગાઉ પણ પોલીસના નામે ખંડણી મેળવી હોઈ શકે છે, ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે હવે જોવું રહ્યું.

Tags:    

Similar News