અમદાવાદ : બનાવટી પત્રકાર બની તોડ કરતો યુવક ઝડપાયો,જાણો સમગ્ર મામલો..

અમદાવાદમાં પત્રકાર હોવાનું રૌફ જમાવીને ફેક્ટરી માલિક પાસે રૂપિયા પડાવવા બે ઈસમોને ભારે પડ્યું છે.

Update: 2022-04-23 06:19 GMT

અમદાવાદમાં પત્રકાર હોવાનું રૌફ જમાવીને ફેક્ટરી માલિક પાસે રૂપિયા પડાવવા બે ઈસમોને ભારે પડ્યું છે. ફેક્ટરી સીલ કરાવી દેવાની ધમકી આપીને રૂપિયા 25 હજારની માંગણી કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે એક આરોપીને ઝડપી અને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

શહેરના દાણીલીમડા વિસ્તારમાં કાપડ વોશિંગની ફેક્ટરી ધરાવતા માલિક પાસે પત્રકાર બની ને રૂપિયા 25 હજારની માંગણી કરનાર આરોપી સહિત બે લોકો વિરોધમાં દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધી છે આરોપી વિષ્ણુ ઠાકોર પોતે પત્રકાર હોવાનું કહીને ફેકટરીના માલિકને જો તું મને પૈસા નહિ આપે તો તારી ફાઈલ મારી પાસે આવી ગઈ છે, હું જીપીસીબીના આપી દઈશ. અને ફેક્ટરીને સિલ મરાવી દઈશ. તેમ ધમકી આપીને 50% રકમ એટલે કે રૂપિયા 25 હજારની માંગણી કરીને સિરાજ નામના વ્યક્તિને ફરિયાદીની ફેક્ટરી પર રૂપિયા લેવા માટે મોકલ્યો હતો.જો કે આરોપી પાસે આઈકાર્ડ માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે પકડેલ આરોપીએ પણ ફેક્ટરી માલિક કહ્યું હતું કે જો રૂપિયા નહીં આપો તો તમારી ફેક્ટરીને સીલ કરી દઈશ, તમને ભારે દંડ કરાવીશ. તમે પૈસા આપી દેશે એટલે તમારા ત્યાં કોઈ એજન્સી આવશે નહીં. તમારી ફેક્ટરીને કોઈ સીલ કરશે નહીંઅને જો કોઈ અધિકારી આવે તો મારા સાહેબ વિષ્ણુ ઠાકોર સાથે વાત કરાવી દેજો. જેથી તમને કોઈ પરેશાન કરશે નહીં. આમ આરોપીની વાતોમાં આવીને રૂપિયા 25 હજાર આપી દીધા હતા. હાલમાં પોલીસે પત્રકાર તરીકે રોફ જમાવી ને રૂપિયા પડાવનાર એક આરોપીને ઝડપીને અન્ય આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી.

Tags:    

Similar News