અમદાવાદ : ઓમિક્રોનના કેસ વધતાં લોકો થયાં દોડતા, રસીકરણ માટે લોકોનો પડાપડી

રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના કેસથી લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ જોવા મળી રહયો છે.

Update: 2021-12-28 09:47 GMT

રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના કેસથી લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ જોવા મળી રહયો છે. કોરોનાથી સંક્રમિત ન થઇ જવાય તે માટે લોકો હવે રસી મુકાવવા માટે દોડધામ કરી રહયાં છે.

રાજ્યભરમાં પાછું કોરોનાએ માથું ઉચક્યું છે. ગઈકાલે રાજયમાં કોરોના 204 કેસ નોંધાયા હતા. જેમાંથી 100 જેટલા કેસ તો માત્ર અમદાવાદમાં જ આવ્યા છે. 100 કેસમાંથી 13 દર્દીઓ ઓમિક્રોનના વેરીયન્ટના છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ ઓમિક્રોનના કેસના કારણે લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં જે વિના મુલ્યે કોરોના ટેસ્ટિંગ ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે ત્યાં જ વેક્સીન પણ આપવામાં આવે છે સવારથી જ લોકોની લાંબી લાઈનો વેક્સીન માટે જોવા મળી રહી છે. લોકોમાં ક્યાંક ઓમિક્રોનના કેસ વધતા લોકોમાં ક્યાંક ડર ઘૂસી ગયો હોય તેમ લાગી રહયું છે.

જે રીતના આંકડા સામે આવી રહ્યા છે તેને કારણે જે લોકોએ વેક્સીન નથી લીધી તેઓ હવે વેક્સીન માટે લાઈનો લગાવી રહ્યા છે સરકાર અને તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે કે દરેક લોકો વેક્સીનેટેડ થાય ત્યારે હવે બીજા ડોઝ માટે અને જે લોકોએ વેક્સીન નથી લીધી તેઓ પણ ટેન્ટ પર પોહચી રહ્યા છે આમ વધતા કોરોના કેસના ડરના કારણે પણ હવે વેક્સીન માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે અહીં મેડિકલ સ્ટાફનું પણ કેહવું છે કે માત્ર વેક્સીન માટેજ નહિ પણ અહીં પ્રતિદિવસ 50 થી વધુ લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે આવે છે રાહતની વાત તે રહે છે કે પોઝિટિવ ટેસ્ટ માર્યાદિત આવે છે.

Tags:    

Similar News