અમદાવાદ : નકલી પોલીસે પ્રથમ આઈ કાર્ડ માંગ્યું પછી જાણો શું થયું..

અમદાવાદના મણિનગર વિસ્તારમાં થી પસાર થઇ રહેલા યુવકને બે શખ્સોએ અટકાવ્યા હતા. ત્યારબાદ પોલીસ તરીકે ઓળખ આપી વિવિધ દસ્તાવેજો માંગ્યા હતા.

Update: 2022-03-30 09:53 GMT

અમદાવાદના મણિનગર વિસ્તારમાં થી પસાર થઇ રહેલા યુવકને બે શખ્સોએ અટકાવ્યા હતા. ત્યારબાદ પોલીસ તરીકે ઓળખ આપી વિવિધ દસ્તાવેજો માંગ્યા હતા. પરંતુ ફરિયાદ યુવકને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. જેથી બન્ને શખ્સો તકનો લાભ લઇ પલાયન થઈ ગયા હતા. આ મામલે યુવકે બંન્ને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે.

શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતા અને ખાનગી ફેક્ટરીમાં રહી ઉમેશ કુલાલ મજૂરી કામ કરે છે. 28મીના રોજ સાંજે સાત વાગ્યે ઉમેશ અને તેનો સાળો એકટીવા લઇ માણેકચોક થી કાંકરીયા વિસ્તારમાં જઇ રહ્યા હતા. ત્યારે બે અજાણ્યા વ્યક્તિ બાઇક પર આવ્યા હતા અને તેમનું વ્હીકલ સાઇડમાં ઉભુ રખાવ્યું હતું. ત્યારબાદ બન્ને શખ્સો અમે પોલીસ છીએ તમે નીચે ઉતરો અને લાયસન્સ આપો, તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જાવ છો, માસ્ક કેમ પહેર્યું નથી અને ડેકીમાં શું છે તેવી પૂછપરછ કરી હતી. બાદ માં ડેકી ખોલી હતી પરંતુ કશું જ મળ્યું ન હતું. જેથી શખ્સો મોબાઇલ ફોન લઇ ચેક કર્યો હતો. પરંતુ પછી ફોન પરત આપી દીધો હતો.

ત્યારબાદ બન્ને શખ્સો પૈસાની માંગણી કરી હતી. જોકે ફરિયાદીને શંકા જતા તેમનું આઇકાર્ડ માગ્યું હતું. ત્યારે બન્ને શખ્સો તું પોલીસ નું આઇકાર્ડ માંગે છે તેમ કહી બોલાચાલી કરી રકઝક કરી હતી. આ દરમિયાન ઉમેશે બન્ને શખ્સ જે બાઇક પર આવ્યા હતા તેનો નંબર જોઈ લીધો હતો. પરંતુ બન્ને શખ્સો પર શંકા જતા ઉમેશે પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન બન્ને પલાયન થઇ ગયા હતા. બીજી તરફ ઉમેશ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

Tags:    

Similar News