અમદાવાદ : ફાયર વિભાગની અભૂતપૂર્વ કામગીરી, 150થી વધુ લોકોનું સ્થળાંતર, તો ખાનગી બસમાં સવાર 48 મુસાફરોનું રેસક્યું કર્યું

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગે અભૂતપૂર્વ કામગીરી કરી બતાવી છે.

Update: 2022-07-12 15:14 GMT

છેલ્લા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે ગત રાતથી અમદાવાદમાં સતત મેઘમહેર થઈ રહી છે. તેવામાં અમદાવાદ ફાયર વિભાગને મળેલા 100થી વધુ ઈમરજન્સી કોલ્સમાં સતત 2 દિવસમાં 150થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા સહિત વરસાદી પાણીમાં ફસાયેલ ખાનગી બસમાં સવાર 48 મુસાફરોનું રેસક્યું કરી અભૂતપૂર્વ કામગીરી પાર પાડી છે.

Delete Edit

અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગે અભૂતપૂર્વ કામગીરી કરી બતાવી છે. અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા 2 દિવસમાં શહેરમાં દિવાલ, વૃક્ષો સહિત વીજપોલ પડવાની ઘટના તથા શોર્ટ શર્કીટની ઘટનાના આશેર 100થી વધુ કોલ્સ પર ત્વરીત કામગીરી કરી છે, જ્યાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ફાયર વિભાગે 150થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. ઈસનપુર વિસ્તારમાં એક ખાનગરી લકઝરી બસ પાણી ભરાવાના કારણે અધવચ્ચે બંધ થઈ જતા ફાયર વિભાગે બસમાં સવાર 48 જેટલા મુસાફરોને વાહન પર બેસાડી સલાતમ સ્થળે ખસેડ્યા હતા. આ તમામ મુસાફરોને પ્રાથમિક સુવિધાઓ આપતાં મુસાફરોએ ફાયર વિભાગનો આભાર માન્યો હતો.

Tags:    

Similar News