અમદાવાદ: પોલીસ ચોકીની જેમ બનશે ફાયર ચોકી; 3 હજાર જેટલા ફાયર સ્ટાફની થશે ભરતી

અંદાજે 2 થી 3 વર્ષમાં ચોકીઓ ઉભી કરી દેવામાં આવશે. મહત્વનુ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં આગ અકસ્માતની ઘટનામાં વધારો થયો છે.

Update: 2021-11-08 06:11 GMT

અમદાવાદ શહેરમાં વધતાં જતાં આગના બનાવોને પગલે હવે પોલીસની જેમ ફાયર ચોકી પણ બનાવવામાં આવશે.

અમદાવાદમાં એક તરફ ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તો બીજી બાજુ આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે એ બનાવો મોટા સ્વરૂપ ધારણ ન કરે અને તાત્કાલિક ફાયરબ્રિગેડ ત્યાં પોહચી શકે તેના માટે થઈને અમદાવાદમાં દર 3 થી 5 કિલોમીટરે એક ફાયર બ્રિગેડ ચોકી ઉભી કરવામાં આવશે. જેના માટે ફાયરના અધિકારીઓ અને કોર્પોરેશનના અધિકારી હાલમાં અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ચોકીઓ બનાવવા માટેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અંદાજે 2 થી 3 વર્ષમાં ચોકીઓ ઉભી કરી દેવામાં આવશે. મહત્વનુ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં આગ અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. જેને પગલે ફાયરના જવાનો અને અધિકારીઓમાં વર્કલોડ વધી રહ્યો છે. આગ અકસ્માતની ઘટના સ્થળે ઝડપથી પહોંચવા ફાયર ચોકી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ શહેરમાં 18 ફાયર સ્ટેશન છે જે આગામી 5 વર્ષમાં 20થી વધુ વધારાના ફાયર સ્ટેશન અને 50થી વધુ નાની નાની ફાયરની ચોકીઓ બનાવવામાં આવશે. જોકે, ફાયર ચોકીઓ વધતાં આગામી સમયમાં 3 હજારના સ્ટાફની જરૂર પડશે જેની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

Tags:    

Similar News