અમદાવાદ : ધનતેરસના દિવસે 90 કરોડ રૂપિયાના સોના-ચાંદીનું વેચાણ, તહેવારોની જામી રંગત

ધનતેરસના દિવસે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં 80 કરોડ રૂપિયાના સોના અને 8 કરોડ રૂપિયાના ચાંદીની ખરીદી થઇ છે.

Update: 2021-11-03 11:29 GMT

અમદાવાદવાસીઓએ સોના અને ચાંદીની લોકોએ ધુમ ખરીદી કરતાં જવેલર્સોની દિવાળી સુધરી છે.

દિવાળી તહેવારની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ગઇકાલે ધનતેરસના દિવસે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં 80 કરોડ રૂપિયાના સોના અને 8 કરોડ રૂપિયાના ચાંદીની ખરીદી થઇ છે. ધનતેરસના દિવસે ચાંદી અને સોનું ખરીદી શુભ માનવામાં આવે છે. બે વર્ષ બાદ દિવાળી ખરીદી કરવા લોકો બહાર નીકળ્યા જેથી ભારે પ્રમાણમાં ખરીદી જોવા મળી હતી. સોના -ચાંદી સાથે સાથે હીર-ઝવેરાત અને પ્લેટિન મળીને 100 કિલો જેટલું વેચાણ થયુ હતું. ઘનતેરસના દિવસે લોકો ચાંદીની સૌથી વધુ ખરીદી જેમાં ખાસ કરીને લોકો ચાંદીની લગડીનું સૌથી વધુ વેચાણ થયું હતું. અમુક નિષ્ણાંતોનો માનવુ છે.કે દિવાળી પછી ચાંદીના ભાવમાં વધારો જોવા મળશે જેના કારણે પણ ચાંદીની ખરીદીમાં વધારો થયો છે.

Tags:    

Similar News