અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું બહાર આવ્યુ,બ્રિજને તોડી પાડવામાં આવશે

હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Update: 2023-04-16 07:20 GMT

અમદાવાદના વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજ મામલે શનિવારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ થયું હોવાનું એક્સપર્ટ કમિટીના રિપોર્ટ બાદ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરો અધિકારીઓ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટરો તેમજ અધિકારીઓ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રચવામાં આવેલી એક્સપર્ટ કમિટી દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બ્રિજને ચાલુ કરતાં પહેલાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કોઈપણ પ્રકારનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. તદુપરાંત કોન્ક્રીટ ક્યુબ ટેસ્ટ કરવાના હોય છે તે કોઈપણ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યો નથી જેથી સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે કે આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News