અમદાવાદ: ગૃહપ્રધાન અમિત શાહે પ્રતિકાત્મક દાંડીયાત્રાનો કરાવ્યો પ્રારંભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.

Update: 2022-03-12 08:13 GMT

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા.આજથી 92 વર્ષ પહેલાં 12 માર્ચના રોજ મહાત્મા ગાંધીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અને તેની યાદગીરી રૂપે દર વર્ષે આજની તારીખથી પ્રતિકાત્મક દાંડી યાત્રાનો તેઓએ પ્રારંભ કરાવ્યો હતો

આજના દિવસે કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે. આ વખતે પણ આવી જ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 12 લોકો સાયકલ લઈને દંડી યાત્રા કરશે. સાત દિવસની આ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કરાવ્યો હતો .સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવતા પહેલાં કોચરબ આશ્રમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે દાંડીયાત્રા અને ગાંધીજીના વિચારો તથા સિદ્ધાંતોનું વર્ણન કર્યું હતું અને તેની સાથે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કાર્યો કરી રહ્યા છે તે ગાંધીજીના વિચારોથી પ્રેરિત હોવાનું જણાવી તેમના કામની પાછળ રહેલા ગાંધીજીના સિંદ્ધાંતોનું વર્ણન કર્યું હતું.

Tags:    

Similar News