અમદાવાદ: ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા

અમદાવાદમા ગુજરાત હાઇકોર્ટ અને પોલીસ હેડક્વાટર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા

Update: 2022-08-15 08:13 GMT

અમદાવાદમા ગુજરાત હાઇકોર્ટ અને પોલીસ હેડક્વાટર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા


દેશ આજે ૭૬ માં સ્વાતંત્ર પર્વની ઉજવી કરી રહ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ ખાતે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.હાઈકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયાધીશે તિરંગો લહેરાવી સલામી આપી હતી.ધ્વજવંદન બાદ હાઇકોર્ટમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા

અમદાવાદના પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આજે ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ પોલીસ કમિશનર અજય ચૌધરીએ સલામી ઝીલી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું તો સાથે ઉતમ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓનું સન્માન કર્યું હતું અને પોલીસ મેડલની સાથે પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News