અમદાવાદ : જમીનના ડીલરો અને બિલ્ડરોને ત્યાંથી 1,000 કરોડ રૂપિયાના બેહિસાબી વ્યવહારો મળ્યાં

Update: 2021-09-11 07:58 GMT

અમદાવાદમાં જમીનના ડીલરો અને બિલ્ડરોને ત્યાં આઇટી વિભાગે પાડેલા દરોડામાં 1 હજાર કરોડ રૂપિયાના બેહિસાબી વ્યવહારો મળી આવ્યાં છે.....

અમદાવાદમાં 8મી તારીખે ઇન્કમટેકસ વિભાગની ટીમોએ જમીનના ડીલરો અને બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ શહેરમાં 20થી વધારે સ્થળોએ ઇન્કમટેકસ વિભાગની ટીમોએ તપાસ આદરી હતી. આ મેગા સર્ચ ઓપરેશન બાદ આઇટી વિભાગ દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. જેમાં કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક પેન ડ્રાઈવમાં રહેલા 1 હજાર કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે. અલગ અલગ ગ્રુપ દ્વારા 500 કરોડ ટીડીઆર કેશમાં લીધા છે તો 350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓનમનીમાં થતા 150 કરોડ કેશ લોન પેટે લેવાયા હોવાના આઇટી વિભાગના આશંકા છે. આઇટી વિભાગ દ્વારા અલગ અલગ કુલ 14 બેન્ક એકાઉન્ટ પણ સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2.70 કરોડ ના દાગીના પણ જપ્ત કરાયા છે.

Tags:    

Similar News