અમદાવાદ : કાળા ડિબાંગ વાદળોની ચાદર છવાઈ, સતત બીજા દિવસે વરસાદ વરસ્યો

ગઇકાલે અમદાવાદમાં 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે શનિવારે બપોર બાદ શહેરમાં ઠેર ઠેર વરસાદ પડવાનું શરૂ થયું હતું.

Update: 2022-07-09 12:33 GMT

ગઇકાલે અમદાવાદમાં 9 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે શનિવારે બપોર બાદ શહેરમાં ઠેર ઠેર વરસાદ પડવાનું શરૂ થયું હતું. શહેરમાં કાળા ડિબાંગ વાદળો ની ચાદર છવાઇ જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી વાતાવરણને પગલે શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ વરસવાનું ચાલુ જ છે. આજે બપોરથી અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અને હાલ પણ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ત્યારે અમદાવાદમાં પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર માં છૂટક છૂટક વરસાદ પડ્યો છે. ગઈકાલે 4 કલાકના વરસાદમાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈ કાલે પડેલા વરસાદને લઈને હાલમાં તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેને લઈને અમદાવાદવાસીઓ પણ ખુશ ખુશાલ જોવા મળે છે.

Tags:    

Similar News