અમદાવાદ: છેલ્લા 20 મહિનાથી સી પ્લેનની સેવા બંધ, NSUIના કાર્યકરોએ નકલી પ્લેન ઉડાડીને કર્યો વિરોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેન સેવાને ગ્રહણ લાગ્યું હોય એમ આ સેવા છેલ્લા 20 મહિનાથી બંધ છે

Update: 2022-07-20 10:38 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેન સેવાને ગ્રહણ લાગ્યું હોય એમ આ સેવા છેલ્લા 20 મહિનાથી બંધ છે ત્યારે NSUIના કાર્યકરોએ રમકડાના પ્લેન ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પહેલીવાર 2017માં અમદાવાદથી ધરોઈ સુધી સી-પ્લેનનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ઉડાન યોજના હેઠળ ગુજરાતમાં ત્રણ રૂટ સહિત દેશમાં 16 રૂટ પર સી-પ્લેનનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. જાહેરાતના લગભગ દોઢથી બે વર્ષ બાદ દેશમાં પહેલીવાર અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનનું સંચાલન 31 ઓક્ટોબર 2020થી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.પરંતુ છેલ્લા 20 મહિનાથી બંધ રહેલા સી પ્લેનની સેવાને લઈ NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર રમકડાના વિમાન ઉડાડીને વિરોધ કર્યો હતો.અમદાવાદમાં NSUI દ્વારા આજે રિવર ફ્રન્ટ પર રામકડાના પ્લેન ઉડાવી સી પ્લેન બંધ હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.NSUI દ્વારા આક્ષેપ કરાયો છે કે કરોડો રૂપિયાના ખર્ચે સી પ્લેન શરૂ કરવામાં આવી હતી અને તેટલી ઝડપથી જ બંધ પણ કરી દેવાઈ છે. આશ્રમ રોડ વલ્લભસદન રિવર ફ્રન્ટ ખાતે NSUIના કાર્યકરોએ રમકડાના પ્લેન લાવી પાણીમાં ઉડાવ્યા હતા. આ પ્લેન ઉડાવી NSUIએ નારા સાથે સરકારનો વિરોધ પણ કર્યો હતો

Tags:    

Similar News