અમદાવાદ: ભાડુઆતનો કોલના લાગ્યો, મળી ઘરમાંથી લાશ,જાણો શું છે સમગ્ર મામલો..?

શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો ગુનો બન્યો હોવાનું સામે આવ્યું છે. એક મકાન માલિક અમદાવાદ આવતા તેઓ પોતાના ભાડુઆત ને મળવા ગયા હતા.

Update: 2022-03-01 07:03 GMT

શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો ગુનો બન્યો હોવાનું સામે આવ્યું છે. એક મકાન માલિક અમદાવાદ આવતા તેઓ પોતાના ભાડુઆત ને મળવા ગયા હતા. કારણકે, આશરે 16 દિવસથી મહિલા ભાડુઆતનો ફોન બંધ આવતા તેઓ તેમને મળવા ગયા હતા. મકાન પર જઈને જોયું તો લોક મારેલું હતું. જેથી લોક તોડતા અંદર બેડ પર ફુલેલી અને ઇજાગ્રસ્ત હાલતમાં આ મહિલા ભાડુઆતની લાશ મળી આવી હતી. પોલીસને જાણ કરતા પોલીસે પીએમ કરાવી હત્યાનો ગુનો નોંધ્યો છે.

મહિલાના પરિવારે પણ સબંધ ન હોવાનું જણાવી કાર્યવાહી ન કરવા કહેતા પોલીસે જ ગુનો નોંધી આ હત્યા પાછળનું કારણ અને હત્યારાઓને શોધવા તજવીજ હાથ ધરી છે.શહેરના નરોડા માં ફરજ બજાવતા પીએસઆઇ એસ એમ ઠાકોરએ ફરિયાદ નોંધાવી છે કે, 27મીએ એક અકસ્માત મોતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં દેવનન્દન સંકલ્પ સીટી માંથી એક મહિલાની લાશ મળી આવી હતી. હકિકત એવી હતી કે, પોલીસને આશિષભાઈ નામના વ્યક્તિએ ફોન કર્યો હતો કે, બે માસથી તેમના ભાડુઆત જતા રહ્યા છે અને મકાનને તાળું મારેલું છે. જે તાળું તોડતા લાશ જેવું કઈક ઘરમાં દેખાતું હતું. જેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરતા મકાન માલિક મહેશભાઈ જોશી ત્યાં મળી આવ્યા હતા.

જેઓની પૂછપરછ કરતા તેઓએ બે વર્ષ પહેલા દેવનન્દન સંકલ્પ સીટી માં ઇ-404 નંબરનું મકાન ખરીદ્યું હતું. જે મકાન ખેડાના કૈલાશ બહેન ચૌહાણને ભાડે આપ્યું હતું.બાદમાં મહેશભાઈ અમદાવાદ લગ્ન પ્રસંગમાં આવતા તેઓ આ સ્કીમ ખાતે આવ્યા હતા. જ્યાં ફ્લેટની ઓફિસે આવી આશિષભાઈને મળ્યા હતા અને બાદમાં પોતાના મકાને ગયા હતા. મકાનમાં તાળું મારેલું હતું. છેલ્લા 16 દિવસથી તેઓ મકાનના ભાડુઆત કૈલાશ બહેનને ફોન કરતા હતા પણ ફોન બંધ આવતા તેઓને લાગ્યું કે, તેઓ મકાન ખાલી કરીને જતા રહ્યા હશે બાદમાં મકાનનું તાળું કાપી તેઓ ઘરમાં ગયા તો બેડ પર ચત્તી હાલતમાં એક મહિલા મૃત હાલતમાં પડી હતી. જે લાશ કૈલાશ બહેનની હતી. લાશ ફૂલી ગઈ હતી અને ચહેરો છુદામણ હાલતમાં હતો અને હાથ પગની ચામડી પણ ફાટી ગઈ હતી. પોલીસે બાદમાં આ લાશને પીએમ માટે મોકલી આપી હતી. જેમાં ખુલાસો થયો કે અનેક વાર મહિલાને ઇજાઓ પહોંચાડતા તેને હેમરેજ થતા તેનું મૃત્યુ નીપજ્યું છે.

Tags:    

Similar News