અમદાવાદ: 1500 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ઉમિયાધામનો શિલાન્યાસ, ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર

અમદાવાદ સોલામાં નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસમાં શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ 11થી 13 ડિસેમ્બરના યોજાવવાનો છે.

Update: 2021-12-11 08:45 GMT

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ સોલામાં નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસમાં શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ 11થી 13 ડિસેમ્બરના યોજાવવાનો છે. 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે જેનાં ઉદ્ધાટન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યનાં હસ્તે ઉદઘાટન થયુ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાયા હતાં. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીઓ ,સંસ્થાના અગ્રણીઓ,મંત્રી બ્રિજેશ મીરજા,જગદીશ પંચાલ,,પ્રદીપ પરમાર,સાંસદ હસમુખ પટેલ અને શારદાબેન પટેલ તેમજ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News