અમદાવાદ: ભારે વરસાદના કારણે હજારો લોકો અટવાયા,સમગ્ર બીઆરટીએસ રૂટ બંધ

રવિવારે સાંજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

Update: 2022-07-11 05:55 GMT

રવિવારે સાંજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

અમદાવાદમાં સામી સાંજે આવેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં ધમરોળી નાખ્યા હતા શહેરના ધરણીધર અને અંજલિ ચાર રસ્તા વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર સહીત સમગ્ર રસ્તા પર નદી જેવા દર્શ્યો સર્જાયા હતા અનેક લોકો 5 થી 6 કલાક અટવાયા હતા કારણ કે ભારે વરસાદ વરસતા નહેરુ નગર આંબાવાડી સહિતના બીઆરટીએસ રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા જેને કારણે લોકો રસ્તાની વચ્ચે કેડસમા પાણીમાં ચલાવવા મજબૂર બન્યા હતા એએમસીની અંદાજે 20 વધુ ઇલેક્ટ્રિક બસ રસ્તા વચ્ચે બંધ થઈ ગઈ હતી.ભારે વરસાદ થતા સામાન્ય શહેરીજનોની હાલત કફોડી બની હતી તો બીજી બાજુ સ્થાનિક લોકો પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરતા હતા શહેરમાં મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા

Tags:    

Similar News