અમદાવાદ: બપોરના સમયે બંધ રહેશે ટ્રાફિક સિગ્નલ, શહેરીજનો માટે રાહત આપતો નિર્ણય

બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાને લઈને અભિપ્રાય મળ્યા છે. જેને લઈને આજે ટ્રાફિક કમિશનર મયંકસિંહ ચાવડા એ નિર્ણય લીધો હતો

Update: 2022-05-10 08:21 GMT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરીજનો માટે રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાને લઈને અભિપ્રાય મળ્યા છે. જેને લઈને આજે ટ્રાફિક કમિશનર મયંકસિંહ ચાવડા એ નિર્ણય લીધો હતો

ઉનાળો ચરમસીમાએ હોવાથી બપોરે 1 વાગ્યા પછી ગરમીનુ પ્રમાણ અત્યંત વધી રહ્યું છે.આથી વાહન ચાલકોને તડકામા સિગ્નલ પર ઊભા રહેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આકરા તાપમાં લૂ લાગવી, હીટ વેવની અસરના કારણે સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. અગાઉ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે બપોરના સમયમાં સિગ્નલ બંધ રાખીને લઈને અભિપ્રાય મેળવ્યા છે. ટ્રાફિક પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના 123 સિગ્નલો બપોરે 1 થી 4માં બંધ રાખવામાં આવશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, જે સિગ્નલ 1 મિનિટનો હોય છે તે સમયગાળો ઘટાડીને 30 થી 40 સેકન્ડ કરાશે.

આ નિર્ણય જ્યાં સુધી શહેરમાં ગરમી ઘટે નહીં ત્યાં સુધી અમલી બનશે. હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાએ આકરૂ રૂપ ધારણ કર્યું છે.અમદાવાદ ટ્રાફિક પોલીસના સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય થી કાળઝાળ ગરમીમા રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જંકશનો પર બપોરે સિગ્નલ બંધ રહેશે, જેથી તડકામાં સિગ્નલ પર ઉભું રહેવું પડે તે માટે માનવતા દાખવી પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. જો કે, કયા સિગ્નલ બંધ રાખવા અને કયા ચાલુ તે અંગે PIને સત્તા આપવામાં આવી છે.

Tags:    

Similar News