આઈપીએલ પર સટ્ટો રમાડતા 4 લોકોની ચાંદખેડા પોલીસે કરી ધરપકડ, IPL શરૂ થતાં જ બુકીઓ એક્ટિવ

ચાંદખેડા પોલીસે બાતમીના આધારે ચાંદખેડાના સ્પર્શ આર્કેડના 5 મા માળે સ્પર્શ ઈન હોટલના એક રૂમમાં દરોડો પાડીને આઈપીએલ પર સટ્ટો રમાડતા 4 બુકીને 5 ફોન, ટીવી સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

Update: 2022-04-11 05:58 GMT

ચાંદખેડા પોલીસે બાતમીના આધારે ચાંદખેડાના સ્પર્શ આર્કેડના 5 મા માળે સ્પર્શ ઈન હોટલના એક રૂમમાં દરોડો પાડીને આઈપીએલ પર સટ્ટો રમાડતા 4 બુકીને 5 ફોન, ટીવી સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થતાં જ બુકીઓ એક્ટિવ થઈ ગયા છે. બુકીઓની સાથે પોલીસ પણ એક્ટિવ થતા છેલ્લા ઘણા દિવસોથી બુકીઓને પોલીસ પકડમાં આવી ચૂક્યા છે. ઝુંડાલ થી ચાંદખેડા તરફ જતા રોડ પર આવેલા સ્પર્શ આર્કેડના એક રૂમમાં શનિવારે 4 માણસો રોકાયા હતા, તે ચારેય આઈપીએલ પર સટ્ટો રમાડી રહ્યાની બાતમી ચાંદખેડા પી આઈને મળી હતી.

તેમણે સ્ટાફ સાથે શનિવારે રાત્રે દરોડો પાડીને હોટલના રૂમમાંથી આશિષ પારસમલજી બોકડિયા, ડેનિશ ભીખાલાલ મોરખીયા, વિશાલસિંહ જગદીશ સિંહ ભાટી અને રોહિત નાનક રામ લાલવાણીને ઝડપી લઇ તેમના મોબાઈલ ફોન ચેક કરતા તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં આઈપીએલ ચેન્નાઈ સુપર કિંગ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પર સટ્ટો રમી રહ્યા હતા અને રમાડી પણ રહ્યા હતા. જેથી પોલીસે ચારેય ની ધરપકડ કરી 5 મોબાઈલ ફોન અને ટીવી મળી રૂ. 48 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચારેય મેચ પર સટ્ટો રમવા માટે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. હાલમાં પોલીસે ચારેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 

Tags:    

Similar News