ગાંધીનગર: ભાજપ દ્વારા 5 સ્થળોએથી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કરાવશે પ્રારંભ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન, ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાની જાહેરાત

Update: 2022-10-08 11:22 GMT

ગુજરાત ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીના પ્રચારના સત્તાવાર રીતે તારીખ 12મી ઓક્ટોબરથી શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે. ભાજપ દ્વારા સમગ્ર રાજ્યની 144 વિધાનસભા બેઠક કવર કરવા માટે અલગ અલગ વિસ્તારમાંથી કુલ 5 યાત્રા કાઢવામાં આવશે જેનો પ્રારંભ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કરાવશે.

Full View

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા દ્વારા 12 ઓક્ટોમ્બરથી કરશે. નવ દિવસ 144 વિધાનસભામાં આ ગૌરવ યાત્રા યોજાશે. આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ગુજરાતમાં બસ હવે પરિવર્તન જોઈએ અને કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રા એવી રીતે અલગ અલગ યાત્રા યોજાઈ છે ત્યારે ભાજપ દ્વારા પણ હવે ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના નેતાઓ જોડાશે. પહેલી યાત્રાનું બહુચરાજીથી પ્રસ્થાન થશે. જેની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કરાવશે. આ યાત્રા 9 જિલ્લાની 33 વિધાનસભા બેઠક પર ફરી કરછના માં આશાપુરા ના મંદિરે પૂર્ણ થશે. બીજી અને ત્રીજી યાત્રાનું પ્રસ્થાન ઉનાઇ માતાના મંદિરેથી થશે જેનો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પ્રારંભ કરાવશે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ બે યાત્રા નિકળશે. પાંચેય યાત્રા દ્વ્રારા કુલ 144 વિધાનસભા બેઠક કવર કરવામાં આવશે આ દરમ્યાન વિવિધ રાજ્યના મુખ્ય મંત્રીઓ અને કેન્દ્રિય મંત્રીઓ પણ યાત્રામાં જોડાશે

Tags:    

Similar News