અમરેલી : આરોગ્ય વિભાગ દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો, જુઓ કોરોના વાયરસથી બચવા માટે શું કર્યું..!

Update: 2020-03-09 08:32 GMT

અમરેલી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો છે. જેમાં સરકારી પ્રાથમિક શાળાના બાળકોને હોમિયોપથીક દવા પીવડાવી કોરોના વાયરસથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હાલ દેશભરમાં કોરોના વાયરસે હાંહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ તેને પહોચી વળવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. હોમિયોપથીક દવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોવાથી અમરેલી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો છે. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને હોમિયોપથીક દવાના ડોઝ પીવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત હોમિયોપથીક દવાથી કોરાના વાયરસનો ખતરો પણ ઓછો રહે છે, ત્યારે સમગ્ર જીલ્લાની વિવિધ શાળાઓમાં પણ બાળકોને હોમિયોપથીક દવા પીવડાવવામાં આવશે.

Similar News