અમરેલી : ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યું છે સતત ઝાકળ, જુઓ કયા પાકને નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ..!

Update: 2021-02-16 12:47 GMT

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઝાકળ પાડવાના કારણે ખેતીમાં પાકને નુકશાન જવાના એંધાણ સર્જાય રહ્યા છે. જેમાં ધાણા-જીરું તેમજ ચણાની ખેતીમાં મોટું નુકશાન જવાની ભીતિ સાથે જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે.

અમરેલી જીલ્લામાં છેલ્લા 5 દિવસથી સવારના સમયે વાતાવરણ આંશિક ભેજવાળું અને ઠંડુ રહેવા પામ્યું છે. વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ જતાં વાહનચાલકોને પણ હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત બપોર બાદ વાતાવરણ સૂકું અને ગરમ પણ રહે છે. જોકે લઘુત્તમ તાપમાનમાં વધારો થવા સાથે વડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત પાકોને નુકશાન થવાની પણ ભીતિ સેવાઇ રહી છે. જેમાં ધાણા-જીરું તેમજ ચણાની ખેતીમાં મોટું નુકશાન જવાના એંધાણ સર્જાય રહ્યા છે. જોકે આગામી દિવસોમાં પાકમાં નુકશાની જવાની સંભાવના વધુ જણાતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે.

Tags:    

Similar News