અંકલેશ્વર: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી અગાઉ બી.ટી.એસ.માં ભંગાણ, જિલ્લા પ્રમુખ સહિત 200 લોકો ભાજપમાં જોડાયા

Update: 2021-02-10 07:23 GMT

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભારતીય ટ્રાયબલ પાર્ટીની યુવા પાંખ ભીલિસ્તાન ટાઈગર સેનાના ભરુચ જિલ્લા પ્રમુખ સહિત 200 લોકો ભાજપમાં જોડાઈ જતાં BTPમાં મોટું ભંગાણ પડ્યું છે.

રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભરૂચ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવનાર ભારતીય ટ્રાયબલ પાર્ટીની યુવા પાંખ ભીલિસ્તાન ટાઈગર સેનામાં મોટું ગાબડું પડ્યું છે. BTSના ભરુચ જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા સહિત ભાલોદ ગામના 200 આદિવાસી યુવાનો અને રૂંઢ ગામના મુસ્લિમ સમાજના યુવાનો ભાજપમાં જોડાયા હતા. ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી દિનેશભાઈ વસાવા અને ભૂપેન્દ્રસિંહ રાઠોડે તેઓને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.ભાજપનો ખેસ ધારણ કરનાર સંદીપ વસાવાએ આ અંગે જણાવ્યુ હતું કે તેઓ છેલ્લા ઘણા સમયથી તેઓ ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે જોડાયેલા હતા પરંતુ શિક્ષિત યુવાનોનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે ભાજપના સૌ નો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવા તેઓ ભાજપમાં જોડાયા છે.

અત્રે મહત્વપૂર્ણ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં છોતું વસવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા અસૂદ્દીન ઓવૈસીની AIMIM સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે જેનાથી BTPના જ અનેક આગેવાનો અને કાર્યકરો નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે એક પછી એક આગેવાનો પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યા છે.

Tags:    

Similar News