અંકલેશ્વર: પગાર ન થતાં એક દિવસ જમીયે છે એક દિવસ ભૂખ્યા રહીએ છે, સાંભળો કોરોના વોરિયર્સની આપવીતી

Update: 2021-02-09 12:09 GMT

અંકલેશ્વરના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કોન્ટ્રાક્ટ હેઠળના પાંચ કર્મચારીઓનો છેલ્લા ત્રણ માસથી પગાર ન ચૂકવાતા કામદારો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગમાં રસીકરણ હેઠળ ડી.સી.નાકરાણીના કોન્ટ્રાક્ટમાં 500થી 700 જેટલા કર્મીઓએ વોર્ડ બોય, સ્વીપર સહિતના વિભાગમાં ફરજ બજાવે છે જે કોન્ટ્રાક્ટ હેઠળ અંકલેશ્વરના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયો રસી, કોરોનાની રસીકરણ માટે પાંચ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોને નિયમિત પગાર ન ચૂકવાતા તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ પાંચ કર્મીઓને છેલ્લા ત્રણ માસથી પગાર ન ચૂકવાતા તેઓને ભૂખે મરવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેઓને નક્કી કરવામાં આવેલ પગાર ધોરણ કરતાં 50 ટકા જ પગાર ચૂકવાય છે અને તેઓને પી.એફ. કે પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલ આ કર્મચારીઓ પગારના અભાવે ચાલીને ફરજના સ્થળે આવતા મજબૂર છે તેઓનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતા તેઓને બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર વહેલી તકે તેઓને મહેનતાણું આપે એવી માંગ કરવામાં આવી છે.

Tags:    

Similar News