અંકલેશ્વર : કોસમડીના વિદ્યાર્થીનું સારંગપુર પાસે ટ્રકની ટકકરે કરૂણ મોત

Update: 2021-03-10 10:58 GMT

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના મોટા ફળિયામાં રહેતાં અને સાઈકલ લઈ સ્કૂલ જતા વિદ્યાર્થીને ટ્રકના ચાલકે અડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલ વ્રજ વિલા સોસાયટીમાં રહેતા ચંદુભાઈ મુરલીધર વાણીનો પુત્ર આજરોજ સવારે ઘરેથી માનવ મંદિર પાસે આવેલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે જઇ રહયો હતો. દરમિયાન સારંગપુરના પેટ્રોલપંપ પાસે વાલીયા તરફથી પુરઝડપે આવતી ટ્રકના ચાલકે સાયકલને ટકકર મારી હતી જેમાં જયેશ વાણીનું ઘટનાસ્થળે મોત થયું હતું.

બનાવની જાણ થતાં જીઆઇડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વાલીયા રોડ ઉપર અનેક શાળાઓ આવેલી છે. લોકડાઉન બાદ હવે શાળાઓ શરૂ થઇ ચુકી છે ત્યારે વિદ્યાર્થીઓ શાળાઓમાં જઇ રહયાં છે. અંકલેશ્વરથી વાલીયાને જોડતાં સ્ટેટ હાઇવે પર ભારદારી વાહનોની અવરજવર વધી છે ત્યારે અકસ્માતના બનાવો પણ વધી રહયાં છે. આવા સંજોગોમાં અકસ્માતો નિવારવા પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે.

Tags:    

Similar News