ખગોળીય ઘટના : સૂર્યમંડળમાં ગુરુ અને શનિની ચારસો વર્ષ બાદ થઈ મુલાકાત

Update: 2020-12-22 04:42 GMT

અવકાશની એક ખગોળીય ઘટનાનો અદ્દભુત નજારો 21 ડિસેમ્બરના રોજ સોમવારે જોવા મળ્યો હતો. ગુરુ અને શનિ એકદમ નજીક હતા, એ બંને ગ્રહો ફક્ત 0.3 ડીગ્રીની દૂરી પર હતા. આ અવકાશી નજારો છેલ્લે 397 વર્ષ પહેલાં જોવા મળ્યો હતો.

ખગોળીય રીતે જ્યારે બે આકાશીય પદાર્થો એકબીજાની નજીક આવે તો તે ઘટનાને યુતિ કહેવાય છે. આવું ભાગ્યે જોવા મળે કે 2 ગ્રહો આટલા નજીક હોય.છેલ્લે 16 જુલાઈ 1623માં 0.5 ડીગ્રી નજીક દેખાયા હતા.21 ડિસેમ્બર 2020માં એટલે કે આજે 0.3 ડીગ્રી નજીક દેખાયા હતા.14 માર્ચ 2080માં 0.3 ડીગ્રી દેખાશે. 6 જુલાઈ 2477માં 0.6 ડીગ્રી દેખાશે અને 25 ડિસેમ્બર 2874માં 0.2 ડીગ્રીની દૂરી દેખાતા હશે.આ ગ્રહો પૃથ્વીથી અંદાજે ગુરુ ગ્રહ 90 કરોડ કિમી દૂર અને શનિ ગ્રહ 145 કરોડ કિમી દૂર છે.

અમેરીકન અંતરીક્ષ સંસ્થા નાસાનું કહેવું છે કે આપણા સૂર્યમંડળમાં બે મોટા ગ્રહોનું નજીક આવવું બહુ જ દુર્લભ ઘટના છે. આમ તો દર 20 વર્ષે ગુરુ અને શનિ નજીક આવતા હોય છે, પણ આટલા નજીક આવતા નથી.

Similar News