બનાસકાંઠા : DRDAની કચેરીના શૌચાલયમાંથી મળી એવી વસ્તુ કે તમે પણ ચોંકી જશો

Update: 2020-01-14 10:03 GMT

બનાસકાંઠામાં જિલ્લા ગ્રામ વિકાસ કચેરીની લાપરવાહી

સામે આવી છે. મહત્વના સરકારી દસ્તાવેજો અને રેકોર્ડને કબાટમાં રાખવાના બદલે તેને

શૌચાલયમાં મુકી રાખવામાં આવ્યાં છે. 

બનાસકાંઠામાં આવેલી ગ્રામ વિકાસ એજન્સની કચેરીનો વિડીયો

વાઇરલ થઇ રહયો છે. જેમાં શૌચાલયમાં સરકારી રેકોર્ડ સહીતના દસ્તાવેજો દેખાઇ રહયાં

છે. જેમાં કચેરીના ઉપયોગમાં લેવાયેલ જરૂરી કાગળો સહિત સીલબંધ પુસ્તકો અને

ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે. 

જિલ્લાના તમામ ગ્રામ પંચાયતના વિકાસની જવાબદારી આ

કચરીના શિરે છે પરંતુ આ કચેરીમાં જ લાલીયાવાડી જોવા મળી રહી છે. દસ્તાવેજો

શૌચાલયોમાં રાખવામાં આવ્યાં હોવાની વાત ધ્યાને આવતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઇ

હતી. અધિકારીએ તાત્કાલિક અસરથી કર્મચારીઓને કામે લગાડી શૌચાલયમાંથી દસ્તાવેજો

હટાવડાવી લીધાં હતાં. ગ્રામ પંચાયતોનો રેકર્ડ જ શૌચાલયમાં રખાતો હોય તો જિલ્લાના  વિકાસના કામો કેવા થતાં

હશે એ મોટો પ્રશ્ન છે. 

Tags:    

Similar News