બનાસકાંઠા: વરસતા વરસાદ વચ્ચે યોજાયા દેશભક્તિના રંગા રંગ કાર્યક્રમ

Update: 2019-08-15 10:48 GMT

દાંતા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની દબદબા ભેર ઉજવણી થઈ હતી મંત્રી વિભાવરી બહેને કર્યું ધ્વજ વંદન મંત્રીએ કાર્યક્રમમા મોતીપુરા શાળાના બાળકોને દૂધ સંજીવની ની યોજનાનો લાભ આપવાનું વચન પણ આપ્યું હતું.

બનાસકાંઠા જીલ્લામાં દાંતા ખાતે જિલ્લા કક્ષાના 73 સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દબદબા ભેર ઉજવણી કરાઈ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં મંત્રી વિભાવરી બહેન ખાસ જિલ્લાના મહેમાન બન્યા હતા અને મંત્રીના હાથે ઘ્વજવંદન કરાયું હતું. વિભાવરી બહેને પોતાના પ્રાસંગીક પ્રવચનમાં આપણા દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના 370 કલમ હટાવવાના ઐતિહાસિક કદમની પ્રશંસા કરી હતી. તેમજ દેશવાસિયો માટે કરેલ કામો સહિત ખેડૂતો લક્ષી લોન યોજનાની મહત્વપૂર્ણ બાબતોને વર્ણવી હતી. 73 માં સ્વાતંત્ર્ય પર્વ પર અલગ અલગ સ્કૂલોના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયાં હતા. દેશભક્તિના ગીતોના તાલે રજૂ કરાયેલા કાર્યક્રમોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેશભક્તિમાં તરબોળ કરી દીધા હતા. જોકે બાળકોના સારા કાર્યક્રમોની સૂચિ તૈયાર કરી એક થી ત્રણ નંબર આપી અધિકારીઓ અને સમાજ સેવી વડીલો દ્વારા અપાયેલ દાનની રકમ આપી પ્રોત્સાહિત કરાયાં હતાં.

બનાસકાંઠામાં વડગામ તાલુકાનું મોતીપુરા ગામ સો ટકા આદિવાસી ગામ અને સો ટકા આદિવાસી બાળકો શાળામાં ભણે છે. આજ સુધી આ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ મળ્યો નથી આ આદિવાસી બાળકો દૂધ સંજીવની યોજનાના લાભથી વંચિત હતા. પરંતુ આજે મંત્રીએ સ્વાતંત્ર પર્વ નિમિત્તે આ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ મળશે તેવું નિવેદન કર્યું હતું. ખાસ અંતરિયાળ વિસ્તારો માટે અને આદિવાસી બાળકો માટે દૂધ સંજીવની યોજના છે. સરકારની પરંતુ મોતીપુરા ગામને આ યોજનાથી બાકાત રખાયું છે અને મોતીપુરા શાળાના બાળકોને દૂધ સંજીવની નો લાભ પણ મળતો નથી પરંતુ આજે વિભાવરીબેન દવેએ સ્વાતંત્ર પર્વના કાર્યક્રમમાં આ બાળકોને લાભ મળશે એવી જાહેરાત કરી હતી.

જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની મહત્વની બાબત એ રહી કે ચાલુ વરસાદે પણ બાળકોના કાર્યક્રમો ચાલુ રહ્યાં હતાં અને દેશભક્તિના જજબા સામે વરસાદી માહોલમાં પણ દેશભક્તિ માહોલ જામ્યો હતો. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ચુસ્ત સુરક્ષા વચ્ચે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પુર્ણાહુતી કરાયો હતો.જોકે જે પ્રકારે બાળકોએ વરસતા વરસાદમાં કાર્યક્રમો રજૂ કર્યા પરંતુ આ ધોધમાર વરસાદમાં બાળકોના આરોગ્યની ચિંતા જરૂરી બને છે.

Tags:    

Similar News