બનાસકાંઠા : કેનાલો તુટવા પાછળ અધિકારીએ જણાવ્યું એવું કારણ કે તમે ચોંકી જશો

Update: 2020-01-31 13:34 GMT

પાટણ તથા

બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડાં પડવા મામલે અધિકારીએ તકલાદી બાંધકામ કરનારા

કોન્ટ્રાકટરોના બદલે ખેડૂતો પર દોષારોપણ કરતાં ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે. 

બનાસકાંઠા

અને પાટણમાં કેનાલોમાં ગાબડા પડવાથી ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખા મારવા પડી

રહયાં છે. આવામાં નહેરખાતાના અધિકારીએ કેનાલો તુટવા પાછળ ખેડૂતો જ જવાબદાર હોવાનો

આરોપ લગાવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. નહેર ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે, કેનાલોમાં ગાબડાં પડે છે એ માટે ખેડૂતો

જવાબદાર છે. ખેડૂતો પાણી માટે કેનાલોમાં પાઈપ મૂકી કેનાલો તોડવાનું કામ કરી રહ્યા

છે.  

કેનાલો તૂટે

એમાં ખેડૂતનો શુ વાંક... જે ખેડૂતો પોતાના પાક બચાવવા કેનાલ વિભાગની કચેરી આગળ

પાણી આપવા આજીજી કરતા હોય તો કેનાલો કેમ તોડે એ મોટો સવાલ છે. ખેડૂતો ગુણવત્તા

વગરની કેનાલો બનતી હોવાથી  કેનાલોમાં

ગાબડાં પડવાની વાત કરી રહ્યા છે કેનાલોમાં ગાબડાં પડતાં ખેડૂતોનો પાક પણ નષ્ટ થઈ

રહ્યો છે તો સરકારી અધિકારીના નિવેદન સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે.


ખેડૂતો આડસ

મૂકી કેનાલમાં પાણી અવરોધે છે માટે કેનાલો ઓવરફ્લો થાય છે કેનાલો ના નીચે ખેડૂતો

પાણી લેવા પાઈપ નાખે છે અને લીકેજ થતાં કેનાલમાં ભંગાણ થતું હોવાના પાયા વિહોણા

જવાબો અપાતાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ અધિકારી પર લાલઘુમ થયાં હતા અને

તાત્કાલિક વડી કચેરીએ પહોંચી ગયાં હતાં. તેમણે અધિકારીઓના માનીતા કોન્ટ્રકટરોને

બચાવવા ખેડુતોના માથે પાપનો ઘડો ફોડયો હોવાનું જણાવ્યું હતું. 

Tags:    

Similar News