ભરૂચ : 108 એમ્બયુલન્સની ટીમે ઉજવ્યું દિપાવલીનું પર્વ, ઠેર ઠેર કરી રંગોળીની સજાવટ

Update: 2020-11-15 08:41 GMT

દિવાળીના તહેવારોમાં આગથી દાઝી જવા, અકસ્માત સહિતના બનાવોમાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બયુલન્સની ટીમ સતત કાર્યરત છે. આ ટીમના સભ્યોએ વિવિધ સ્થળોએ રંગોળીની સજાવટ કરી પરિવારથી દુર રહીને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી.

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે પ્રકાશના પર્વ દિપાવલીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દિપાવલીના પર્વમાં 108 એમ્બયુલન્સની ટીમ પોતાની ફરજ બજાવી રહી છે. ભરૂચમાં 108ની ટીમે ઠેર ઠેર રંગોળીની સજાવટ કરી હતી. જેમાં લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરી છે. ભરુચ જિલ્લા ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરતથા ડિસ્ટ્રિક્ટ ઑફિસર અશોક મિસ્ત્રીના નેજા હેઠળ ૧૦૮ ના કર્મચારીઓએ દિવાળી ઉજવી હતી. દિવાળીમાં દાઝી જવા તથા અકસ્માતના બનાવોમાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વિવિધ લોકેશન પર 17 જેટલી એમ્બયુલન્સ તૈનાત કરવામાં આવી છે.

Tags:    

Similar News