ભરૂચ : કસક વિસ્તારના બહુમાળી મકાનમાં લાગી અચાનક આગ, ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં થયા વાઇરલ

Update: 2021-02-20 16:32 GMT

ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ એક બહુમાળી મકાનમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે સમગ્ર ઘટનાના વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચના કસક વિસ્તારમાં આવેલ બહુમાળી મકાનના બીજા માળે અચાનક જ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગતની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. બનાવના પગલે મકાનમાં રહેલા સરસામાનમાં વધુ નુકશાની ન પહોચે તે માટે 2થી વધુ લોકોએ સામાન બહાર કાઢવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે શહેરનો મુખ્ય માર્ગ હોવાથી મકાનમાં લાગેલી આગના દ્રશ્યો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. મકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News