ભરૂચ : માં જગદંબાની આરાધના બાદ માઈભક્તોએ જવારાનું નર્મદામાં કર્યું વિસર્જન

Update: 2020-10-25 11:07 GMT

ભરૂચ જીલ્લામાં આસો નવરાત્રીની ભક્તિભાવ પૂર્વક નવ દિવસ મંદિરો અને ઘરોમાં જવારાનું સ્થાપન કરી માતાજીની ઉપાસના બાદ દશેરાના દિવસે આસો નવરાત્રીના સમાપન પ્રસંગે વિવિધ વિસ્તારોમાંથી જવારા વિસર્જન યાત્રા નીકળી હતી. માઈ ભક્તોએ નમર્દા ઘાટો ઉપર ભક્તિભાવ પૂર્વક જવારાનું વિસર્જન કરી માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે આસો નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જેના પગલે આસો નવરાત્રીમાં ગરબાના આયોજનો ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવતા ખૈલયાઓ નિરાશ જોવા મળ્યા હતા.પરંતુ આસો નવરાત્રીમાં માતાજીની ભક્તિ અને જવારાનું સ્થાપન કરી શકાશે તેવા નિર્ણયને લઈ ભરૂચ જીલ્લામાં પરંપરા મુજબ માતાજીના મંદિરોમાં જવારા અને ગરબીનું સ્થાપન કરાયું હતું. નવ દિવસ માતાજીની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી અને નવ દિવસ સુધી માતાજીના ઉપવાસ સાથે આરતી થકી માતાજીને રીઝવવામાં આવ્યા હતા. નવ દિવસ બાદ આજે દશેરાના દિવસે વિવિધ મંદિરો અને ઘરોમાં સ્થાપિત કરાયેલા જવારાઓનું ધાર્મિક વિધિ મુજબ ભવ્ય જવારા વિસર્જન યાત્રાઓ માર્ગો ઉપર થી નીકળી હતી. જેમાં અંકલેશ્વરના દક્ષિણ છેડે હજારો ભાવિક ભક્તોએ ઢોલ નગારા, અબીલ ગુલાલની છોડ વચ્ચે નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરી આસો નવરાત્રીનું સમાપન કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ જવારા વિસર્જનના પ્રશ્ન વચ્ચે મકતામપુરમાં સ્થાપિત જવારાઓનું યુવાનોએ જીવના જોખમે નર્મદા કાંઠે વિસર્જન કર્યું હતું.

Tags:    

Similar News