ભરૂચ : બિસ્માર માર્ગના પગલે આમોદ-ભરૂચ રોડ ઉપર સર્જાયા 2 અકસ્માત, બાઇક સવારોને પહોચી ગંભીર ઇજા

Update: 2020-11-20 07:56 GMT

ભરૂચ જિલ્લાના આમોદથી ભરૂચ તરફ આવતા માર્ગ ઉપર અકસ્માતના બે અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં ગંભીર ઇજાના પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લાના આમોદથી ભરૂચ તરફ આવતા માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડ્યા છે. જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાવાના બનાવો બનતા રહે છે, ત્યારે આમોદ-ભરૂચ રોડ ઉપર રેવા સુગર નજીક સવારના સમયે માર્ગની બિસ્માર હાલતના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે એ જ સ્થળે ગત રાત્રિના સુમારે ટ્રકનો ડ્રાઇવરે ખાડો બચાવવા જતાં બાઈકચાલકને ટક્કર મારી હતી. જેમાં બાઈકચાલક સામેથી આવતી અન્ય બાઈક સાથે ભટકાયો હતો. જેથી બંન્ને બાઈક ચાલકને માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આ રોડ પરથી વડોદરાથી ટ્રક અને મોટા ટ્રેલર પણ દહેજ અને વિલાયતની જીઆઇડીસીમાં જવા માટે ઉપયોગ કરતા હોય છે, ત્યારે ભારે વાહનોની પણ અવરજવર સતત રહેતી હોય છે. જેને લઈને પણ ચોમાસા દરમ્યાન માર્ગ તૂટી જવા પામે છે. તેવી સ્થિતિમાં સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રોડની ગુણવત્તા અને સમારકામ માટે રજૂઆત કરવા છતાં બિસ્માર માર્ગનું સમારકામ ન થવાથી અકસ્માતોના બનાવમાં આમોદ-ભરૂચ રોડ મોખરી રહ્યો છે. દિવાળીના તહેવારો સમાપ્ત થયા છે, ત્યારે હવે તંત્ર વહેલી તકે બિસ્માર માર્ગ પર ધ્યાન દોરે તે અત્યંત જરૂરી બન્યું છે.

Tags:    

Similar News