ભરૂચ : અયોધ્યા ખાતે નિર્માણ પામશે રામલલ્લાનું ભવ્ય મંદિર, સુંદર કાર્યને સાથ સહકાર આપવા યોજાયું સાધુ સંમેલન

Update: 2020-12-23 12:52 GMT

ભગવાન શ્રીરામનું અયોધ્યા ખાતે ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, ત્યારે તમામ લોકોનો સહકાર મળે તે હેતુથી વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિવિધ સ્થળોએ સાધુ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બુધવારના રોજ ભરૂચ ખાતે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું.

શ્રીરામ જન્મભૂમી અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે, ત્યારે દેશના તમામ લોકો આ મહાકાર્યમાં પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે સહભાગી બને તે હેતુથી વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગામે ગામ જઈ આહવાન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 4 લાખ ગામોમાં જઈ 11 કરોડ પરિવારને મળવાનો ધ્યેય નક્કી કરાયો છે.

ભરૂચ ખાતે વિશ્વ હિંદુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલના અધ્યક્ષસ્થાને દક્ષીણ ગુજરાત પ્રાંતની બેઠક મળી હતી. જેમાં ભરૂચ જીલ્લાના તમામ સાધુ-સંતો ઉપસ્થિત રહી આ સુંદર કાર્યમાં સાથ સહકાર આપવા જણાવ્યું હતું. અયોધ્યા ખાતે રામલલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ માટે હમેશા તત્પર રહેવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન દક્ષીણ ગુજરાત પ્રાંત મહામંત્રી અજય વ્યાસ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News