આફ્રિકાના વેંદામાં ભરૂચના વ્યાપારી સાથે બંદૂકની અણીએ લૂંટ

Update: 2019-05-17 06:29 GMT

આફ્રિકામાં લૂટની ઘટના સામાન્ય છે અને દર વર્ષે ભરૂચના કેટલાય યુવાન નિગ્રો લુટારૂઓનો ભોગ બને છે. ખાસ કરીને ભરૂચના લોકોનો એક મોટો સમૂહ આફ્રિકામાં સ્થાયી થયો છે.

ત્યારે ફરી એક વાર ભરૂચના ટંકારીયાના જબ્બાર બાવા નામના યુવાનની દુકાનમાં કેટલાક નિગ્રો બંદુક લઈને ધસી આવ્યા હતા અને દુકાનમાં રહેલી તમામ કેસ લઈને ફરાર થઈ ગયા હતા. ગત તારીખ 13મી મે ના રોજ બનેલી આ ઘટનાને નિગ્રો લુટારૂઓએ ફ્ક્ત 3 મિનિટમાં અંજામ આપ્યો હતો. જે બાબતના સીસીટીવી સામે આવ્યા હતા અને સીસીટીવીના આધારે વેંદા પોલિસ તપાસ આરંભી છે.

Similar News