ભરૂચ: સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો બે દિવસથી હડતાળ પર, જુઓ કારણ

Update: 2021-03-13 08:03 GMT

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા સફાઈ કામદારોએ પગારની માંગ સાથે છેલ્લા બે દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.

સમગ્ર જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય સેવા પૂરી પાડતી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. સિવિલ હોસ્પિટલ જે.ડી.નાકરાણીના કોન્ટ્રાક્ટમાં 70 જેટલા સફાઈ કામદારો ફરજ બજાવે છે પરંતુ આ કામદારોને છેલ્લા અઢી મહિનાથી પગાર ન ચૂકવાતા કારમી મોઘવારીમાં તેઓએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે ત્યારે પગાર ચુકવણીની માંગ સાથે છેલ્લા બે દિવસથી કામદારો હડતાળ પર ઉતારી ગયા છે અને નિયમિત પગાર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.

કામદારોનું કહેવું છે કે કોરોના કાળમાં પણ તેઓએ દ્વારા જીવના જોખમે સફાઈની કામગીરી કરવામાં આવે છે પરંતુ તેઓને નિયમિત પગાર ચૂકવાતો નથી જેના કારણે તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે જ્યાં સુધી પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે ઉલ્લેખીય છે કે સફાઈ કામદારોની હડતાળ વધુ લંબાશે તો સિવિલ હોસ્પિટલમાં ગંદકીના દ્રશ્યો જોવા મળશે અને સારવાર લેવા આવતા દર્દીઓના સ્વાસ્થયને પણ અસર થાય એવી સંભાવના છે ત્યારે કામદારોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે એ જરૂરી છે.

Tags:    

Similar News