ભરૂચ : ઉમલ્લામાં રોડની સાઇડના ખાડામાં ખાબકી ગાય, જુઓ કેવી રીતે બચાવાયો જીવ

Update: 2021-01-10 12:08 GMT

ઝઘડીયા તાલુકાના ઉમલ્લામાં પાણી પીવા જતી વેળા ગાય ખાડામાં ખાબકતાં દોડધામ મચી ગઇ હતી. ભારે જહેમત બાદ જેસીબીની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી હતી.


ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે પાણેથા રોડની સાઈડપર બી.એસ.એન.એલ. ના કેબલ વાયર નાખવાની કામગીરી ચાલી રહી છે. રોડની સાઈડ પર અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાટે ખાડા ખેદવામા આવ્યા છે. જે ખાડાઓ બેદરકારી પુર્વક ખુલ્લા રાખી દેવામા આવ્યા છે. ખાડા નજીકથી પાણી પીવા માટે પસાર થતી ગાય અંદાજે ૭ ફુટ ઉંડા ખાડામાં ખાબકી હતી. ખાડામાં ગાય ખાબકી હોવાની જાણ થતાં સ્થાનિક રહીશો એકત્ર થઇ ગયાં હતાં અને જેસીબી મશીન બોલાવ્યું હતું. ભારે જહેમત બાદ ગાયને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. બીએસએનએલ કંપનીએ ખાડા ખોદયા બાદ સલામતીના પગલાં નહિ ભરવામાં આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.

Tags:    

Similar News