ભરૂચ: શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના ઉપક્રમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.
શ્રી સત્ય
સાઈ સેવા ટ્રસ્ટને પચાસ વર્ષ પૂર્ણ થતા સંસ્થાના ઉપક્રમે 'રામ સેવા ગામ સેવા'કાર્યક્રમ અંતર્ગત નંદેલાવ યુથ ઇલેવન
અને શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ભરૂચ યુથ ઇલેવન વચ્ચે ક્રિકેટ મેચ નું આયોજન કરવામા
આવ્યું હતું આ કાર્યક્રમ ની શરૂવાત ૐકાર મંત્ર થઈ કરવામાં આવી.
શ્રી
સત્ય સાંઈ સેવા ટ્રસ્ટ સંસ્થા પચાસ વર્ષોથી લોકસેવામાં જોડાઈ લોક કલ્યાણના કાર્યો
કરતી આવી છે. આજે આ સંસ્થાને સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું
આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. શ્રી સત્ય સાઈ સેવા ટ્રસ્ટ ભરૂચના સભ્યો
દ્વારા એક ફ્રેન્ડલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નંદેલાવ ગ્રાઉન્ડ ખાતે કરવામાં
આવ્યું જેમાં નંદેલાવ યુથ ઇલેવનની ટીમ પણ
સહભાગી બની ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બન્ને
ક્રિકેટ ટિમોને પ્રોત્સાહિત કરવા નાના બાળકો સાથે ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.