ભરૂચ : આમોદની નવી નગરીમાંથી એક મકાનમાંથી મળ્યો “મોતનો સામાન”

Update: 2020-09-30 13:40 GMT

ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી પોલીસે વિદેશી બનાવટની પિસ્તોલ, મેગેઝીન તથા કારતુસ સાથે બે યુવાનોને ઝડપી પાડયાં છે. આ પિસ્તોલ સુરતથી ખરીદવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે. 

ભરુચના પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સમાં થયેલી લુંટ બાદ પોલીસ સતર્ક બની છે. રેંજ આઇજી હરિકૃષ્ણ પટેલ તથા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમોને ઘાતક હથિયારો શોધી કાઢવા સહિતની સુચનાઓ આપવામાં આવી હતી. ભરૂચ એલસીબીના પીઆઇ જે.એન.ઝાલા તથા તેમની ટીમને આમોદના પુરસાની નવી નગરીમાં એક વ્યકતિ પાસે પિસ્તોલ હોવાની માહિતી મળી હતી. નવીનગરીમાં રહેતાં રહીમ મિંયાના ઘરે દરોડો પાડી તપાસ કરતાં મેડ ઇન યુએસએના માર્કાવાળી પિસ્તોલ, એક ખાલી મેગેઝીન અને એક કારતુસ મળી આવ્યાં હતાં. રહીમ મિંયાની પુછપરછ કરતાં તેણે આ હથિયાર પાડોશમાં રહેતાં જાવીદ અબ્દુલ પટેલ પાસેથી વેચાણથી લીધી હોવાની કબુલાત કરી હતી.  જાવીદે આ હથિયાર સુરતના રહેવાસી નિતિન ઉર્ફે શંભુ પટેલ પાસેથી મેળવ્યાં હોવાની વિગતો સપાટી પર આવી હતી.  આરોપી જાવીદ પટેલ અગાઉ પર હથિયારોના ગુનામાં ઝડપાય ચુકયો છે.

Tags:    

Similar News