ભરૂચ : મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કોરોના પોઝીટીવ, કચેરી 3 દિવસ માટે બંધ

Update: 2020-09-15 09:26 GMT

ભરૂચના કણબીવગા વિસ્તારમાં આવેલી મામલતદારની કચેરીને ત્રણ દીવસ માટે બંધ કરવાની ફરજ પડી છે. કચેરીમાં આવેલાં મહેસુલ વિભાગના નાયબ મામલતદારને કોરોના થયા બાદ કચેરી બંધ કરી દેવામાં આવી છે. કચેરી બંધ કરી દેવાતાં અરજદારો અટવાય પડયાં હતાં.


ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના કેસ 1,800 સુધી પહોંચી ગયાં છે. હવે સરકારી કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહયાં છે. ભરૂચના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કોરોના વાયરસની ઝપેટમાં આવી જતાં ભરૂચની મામલતદાર કચેરીને ત્રણ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરાય છે. મામલતદાર કચેરી બંધ રહેવાના કારણે અરજદારો અટવાય પડયાં હતાં અને તેમના કામો ત્રણ દિવસ સુધી અટવાયેલાં રહેશે. નાયબ મામલતદારનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાં બાદ કચેરીને સેનીટાઇઝ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે

Tags:    

Similar News