ભરૂચ: જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી, આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ કર્યું ધ્વજવંદન

Update: 2021-01-26 07:56 GMT

ભરૂચ જિલ્લા કક્ષાના 72માં પ્રજાસત્તાક પર્વની શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ ધ્વજવંદન કર્યું હતું.

કોરોના મહામારી વચ્ચે આજે સમગ્ર દેશમાં 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભરૂચ શહેરમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણીએ દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી તો સાથે જ પોલીસ દ્વારા રજૂ કરાયેલ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ક્લેક્ટર ડો.એમ.ડી.મોડીયા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન તેમજ અધિકારીઑ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે જ કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કરાયો હતો.

આગેવાનોના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે ગાઈડ લાઇનના તમામ નિયમોના પાલન સાથે આ ઉજવણી કરવામાં આવી હતી તો મર્યાદિત સંખ્યામાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા રાજ્યના આરોગ્યપ્રધાન કિશોર કાનાણીએ પ્રજાસત્તાક પર્વની તમામને શુભેરછા પાઠવી હતી.

Tags:    

Similar News