ભરૂચ : સહાય સામગ્રીની કીટ જરૂરિયાતમંદોને મળે તે પહેલા જ તેના ઉપર ચઢી ધૂળ, જુઓ પછી શું થયું..!

Update: 2020-05-31 11:48 GMT

ભરૂચની એક સરકારી કચેરી ખાતે જીવન જરૂરિયાતના સામગ્રીની કીટો ધૂળ ખાતી હોવાની વાત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું, ત્યારે તમામ સહાય કીટનો નિકાલ કરવા માટે સરકારી કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી.

મળતી માહતી અનુસાર, લોકડાઉન દરમ્યાન ભરૂચની સેવાભાવી સંસ્થાઓ અને ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓ દ્વારા જરૂરીયાતમંદોને સહાય મળી રહે તે માટે વહીવટી તંત્રને સહાય કીટો અર્પણ કરવામાં આવી હતી. પરંતુ સહાય કીટ જરૂરીયાતમંદ લોકો સુધી ન પહોંચવાની વાત મીડિયામાં વહેતી થતાં તાત્કાલિક ધોરણે સહાય કીટના જથ્થાનો નિકાલ કરવા માટે હોમગાર્ડ, ભરૂચ નગરપાલિકા અને સિવિલ હોસ્પીટલ સહીતના સરકારી કર્મચારીઓ દ્વારા સહાય કીટનો નિકાલ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં ભરૂચ સિવિલ હોસ્પીટલને સતત ત્રીજી વખત સહાય કીટ આપવામાં આવતા સહાય કીટના જથ્થાને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પીટલ લાવવામાં આવ્યો હતો, ત્યારે એમ્બ્યુલન્સમાં ખીચોખીચ અને ડ્રાઈવર સીટની બાજુમાં પણ સહાય કીટનો જથ્થો જોવા મળ્યો હતો. હાલ ભરૂચ વહીવટી તંત્ર સહાય કીટના જથ્થાને કોઈપણ ભોગે સરકારી કચેરીમાંથી નિકાલ કરવામાં લાગી ગયું છે, ત્યારે હવે સાચા અર્થમાં જરૂરીયાતમંદોને આ સહાય કીટ મળે તે પણ અત્યંત જરૂરી બન્યું છે.

Tags:    

Similar News