ભરૂચ : શિક્ષણ નીતિમાં આવી રહેલા ફેરફારોની માહિતી આપવા હેતુસર મુનશી વિદ્યાભવન ખાતે યોજાયો એજ્યુકેશન સેમિનાર

Update: 2021-01-13 10:35 GMT

ભરૂચ શહેરની મુનશી વિદ્યાભવન ખાતે મિલ્લત ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને મુનશી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન સેમિનાર યોજાયો હતો.

હાલ શિક્ષણ નીતિમાં આવી રહેલા ફેરફારોની લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ભરૂચની મુનશી વિદ્યાભવન ખાતે મિલ્લત ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તેમજ મુનશી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન સેમિનારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર દરમ્યાન Foundation- 2021ના એડમિશન માટે 8 પાસ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમમાં જાણીતા વક્તા અને હુડા ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર ડો. સૈયદ બુરહાન, ઉષ્માનિયા ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિ આમિર હાસમી, ગ્રેસ ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ કોલેજના ચેરમેન અહદ ફારૂકી, ભાવનગરની રાઈટ-વે સ્કૂલના ફાઉન્ડર મુફ્તી ડો. સાજીદ ફલાહી વિશેષ ઉપસ્થિત રહી શિક્ષણ નીતિમાં આવનાર પરિવર્તન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તો સાથે જ સેમિનાર દરમ્યાન મુનશી મનુબરવાળા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કમીટીના સભ્યો, WBVF એજ્યુકેશન કમીટીના સભ્યો, PMET સુરત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ-સભ્યો, મુનશી વિદ્યાભવનના શિક્ષકો સહિત વિવિધ શાળાઓના આચાર્યો હાજર રહ્યા હતા.

Tags:    

Similar News