ભરૂચ : માતરિયા તળાવ ખાતે વૃક્ષારોપણ કરતાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી

Update: 2020-08-06 11:06 GMT

ભરૂચના માતરીયા તળાવ ખાતે જીલ્લા કક્ષાનો ૭૧મો વન મહોત્સવ યોજાયો હતો જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.

હાલ રાજ્યમાં ઠેર ઠેર ૭૧માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જીલ્લા કક્ષાનો વન મહોત્સવ શહેરના માતરીયા તળાવ ખાતે યોજાયો હતો. રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,નગર પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલા કલેકટર ડો.એમ.ડી.મોડીયા,સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ તેમજ અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. વૃક્ષોના સંવર્ધન માટે શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી કુમાર કાનાણી તથા અન્ય મહેમાનોએ વૃક્ષારોપણ કરી વૃક્ષોની જાળવણીનો સંકલ્પ લીધો હતો. તેમના હસ્તે વન વિભાગના જન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Tags:    

Similar News