ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં ઇન્ટ્રા સ્કુલ સ્કેટીંગ ચેમ્પિયનશીપ યોજાઇ

Update: 2020-02-16 12:12 GMT

ભરૂચની જય

અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં રવિવારના રોજ ઇન્ટ્રા સ્કુલ સ્કેટીંગ ચેમ્પિયનશીપનું

આયોજન કરવામાં આવ્યું હતું. 300થી વધારે સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાનું કૌવત બતાવ્યું હતું. 

ભરૂચમાં

વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ પુરુ પાડતી જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ

અભ્યાસઇતર પ્રવૃતિઓમાં પણ અગ્રેસર રહી છે. વિદ્યાર્થીઓ રમત ગમતના ક્ષેત્રમાં

પોતાનું કૌવત બતાવી શકે તે માટે રવિવારના રોજ ઇન્ટ્રા સ્કુલ સ્કેટીંગ

ચેમ્પીયનશીપનું આયોજન કરાયું હતું જેમાં 300થી વધારે છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો

હતો. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના પ્રમુખ એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક સહિતના મહેમાનો હાજર

રહયાં હતાં. મહેમાનો અને વાલીઓએ હાજર રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. વિજેતા

સ્પર્ધકોને ઇનામોથી નવાજવામાં આવ્યાં હતાં જયારે દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર એનાયત

કરાયું હતું. 

Tags:    

Similar News