ભરૂચ : મુલદ ટેકસ પ્લાઝા પાસે સ્થાનિકો પાસે ટોલ લેવાની તૈયારીઓ, જુઓ યુથ કોંગ્રેસે શું આપી ચીમકી

Update: 2020-12-27 11:57 GMT

ભરૂચની નર્મદા નદી પર કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યાં બાદ મુલદ નજીક ટોલ પ્લાઝા બનાવી વાહનો પાસેથી ટોલ લેવાય રહયો છે. અત્યાર સુધી ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી માફી આપવામાં આવી હતી પણ પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત થયા બાદ સ્થાનિક વાહનો પાસેથી પણ ટોલ વસુલવાની કવાયત સામે યુથ કોંગ્રેસે બાંયો ચઢાવી છે….

ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી બેઠક રવિવારના રોજ પ્રદેશના ઇન્ચાર્જ હેમંત ઓગલેની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શેરખાન પઠાણ, વટારીયા સુગરના ચેરમેન સંદિપ માંગરોલા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં. રાજયસભાના સાંસદ અહમદ પટેલના નિધન બાદ કોંગ્રેસમાં સર્જાયેલા શુન્યાવકાશને દુર કરી સંગઠનને મજબુત કેવી રીતે બનાવવું તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અન્ય મહત્વનો મુદ્દો મુલદ ટેકસ પ્લાઝાનો રહયો હતો. દેશમાં પહેલી તારીખથી વાહનો માટે ફાસ્ટટેગ ફરજિયાત થઇ રહયો છે ત્યારે મુલદ ટેકસ પ્લાઝા ખાતે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવે તેવી માંગ યુથ કોંગ્રેસે કરી છે. જો મુલદ ટેકસ પ્લાઝા ખાતે સ્થાનિક વાહનચાલકો પાસેથી ટેકસ લેવાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Tags:    

Similar News