ભરૂચ : શીયાલી ગામે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શ્રધ્ધાળુંઓ માટે બરફાની બાબાના દર્શનનું આયોજન

Update: 2020-02-15 07:42 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના શીયાલી ગામે

મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શ્રધ્ધાળુંઓ માટે બરફાની બાબા (બરફનું શિવલીંગ)ના

દર્શન ખુલ્લા મૂકવામાં આવશે, ત્યારે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક

કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શીયાલી ગામે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમના મહંત

કુષ્ણદાસજીએ જણાવ્યું હતું કે, તા. ૨૧મી ફેબ્રુઆરી શુક્રવારના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બરફાની

બાબા (બરફનું શિવલીંગ)ના દર્શન ગ્રામજનો માટે ખુલ્લા મૂકવામાં આવશે. ઉપરાંત વહેલી

સવારે બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાન શિવની પુજા અર્ચના, પંચાક્ષર મહા મંત્રનું ચિંતન, ધૂન તથા ભજન

સત્સંગ, મહા આરતી, ફળાહાર

સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, ત્યારે શિવ દર્શનાર્થે પધારેલા તમામ બાળકો સહિત પરિવારજનોને સરસ્વતી

ઉપાસનાની પુસ્તક તેમજ વડીલ ભક્તોને પંચમુખી રૂદ્રાક્ષ સપ્રેમ ભેટ આપવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને શિવની મહિમામાં લીન થવા માટે

ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Similar News