ભરૂચ : 108 તથા અન્ય પ્રોજેક્ટના રીવ્યુ હેઠળ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

Update: 2020-01-29 11:45 GMT

GVK EMRI 108 ઇમરજન્સી સેવાની તથા બીજા અન્ય

પ્રોજેક્ટની રીવ્યુ મીટીંગ કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર ઓફિસમાં રાખવામાં આવી

હતી જેમાં ડિસેમ્બર ૨૦૧૯ સુધીની 108ની કામગીરી તદુપરાંત અન્ય

પ્રોજેક્ટ જેમ કે ૧૮૧ મહિલા અભયમ, 1962 કરુણા એમ્બ્યુલન્સ,

ખિલખિલાટ અને MHUની સમીક્ષા કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લાની મિટિંગમાં કલેકટર એમ.ડી.મોઠીયા જિલ્લા

ડેવલોપમેન્ટ અધિકારી અરવીદં વિજયન, મુખ્ય જિલ્લા આરોગ્ય

અધિકારી ડો. અનીલ વસાવા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો.જગદીશ

પરમાર, ડી.વાય.એસ.પી.બી.પી. વાઘેલા, આરટીઓ

ઓફિસર કે.પી.પંડ્યા, ફાયર ઓફિસર સલીમ મિટિંગમાં હાજર રહ્યા

હતા તેમજ 108 સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર, ઈમરજન્સી એક્ઝિક્યુટિવ અશોક મિસ્ત્રી, ૧૮૧ના‌ જીલ્લા

અધિકારી ચંદ્રકાંત મકવાણા, ૧૯૬૨ જિલ્લા અધિકારી રૂપેશ

ડઢાણીયા, MHU ના ડોક્ટર જીતેન્દ્ર પરમાર મિટિંગમાં હાજર રહી પ્રોજેક્ટ

વિષે કામગીરીની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

Tags:    

Similar News