ભરૂચ : ધારાસભ્ય દુષ્યંત પટેલનો જન્મદિવસ, જુઓ શહેરીજનોને શું મળી ભેટ

Update: 2020-02-05 13:54 GMT

ભરૂચના

ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસ નિમિત્તે પાંચબત્તી સર્કલ ખાતે યોગની પ્રેરણા

આપતી પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ

વિધાનસભા મત વિસ્તારનું ચાર ટર્મથી પ્રતિનિધિત્વ કરી રહેલાં ધારાસભ્ય દુષ્યંત

પટેલે બુધવારના રોજ તેમનો 56મો જન્મદિવસ

ઉજવ્યો હતો. સૌ પ્રથમ જે.બી.મોદી પાર્ક નજીક આવેલી પાંજરાપોળ ખાતે ગૌમાતાનું પુજન

કરાયું હતું. ગૌ પુજન બાદ જુવેનાઇલ હોમ ખાતે કેક કાપવામાં આવી હતી.રોટરી ક્લબ ઓફ

ભરૂચ હોલ ખાતે  વિધવા સહાય

મંજૂરી પત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પાંચબત્તી સર્કલ નજીક સેવાશ્રમ રોડ

પર યોગ અંગેની પ્રેરણા આપતી પ્રતિમાનું લોકાર્પણ તેમજ બિગ બજાર નજીક પ્લાસ્ટિકનો નાશ કરતાં

મશીનનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. તદુપરાંત ભરૂચના સેવાશ્રમ

રોડ ઉપર આવેલા સ્ટેશન મિશ્ર શાળા ખાતે ૮૦૦ જેટલા બાળકોને સ્વેટરનું વિતરણ કરી

ધારાસભ્યના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Tags:    

Similar News